શુક્રવારે માઈક્રોસોફ્ટના સર્વરમાં સર્જાયેલી ખામીના કારણે વિન્ડોઝથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ્સ ઠપ થઈ ગઈ હતી. આ મુશ્કેલીના કારણે અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ફ્રાન્સથી લઈને ભારત, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અનેક ઉદ્યોગોમાં કામકાજ ખોરવાયું હતા અને જનતા મુશ્કેલીમાં મુકાઈ હતી. માઈક્રોસોફ્ટના સર્વરમાં આવેલી ખામીનો 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી આ ખામી સંપૂર્ણ રીતે દૂર નથી થઈ. બીજી તરફ આ ખામીના કારણે વિશ્વભરમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એકલા માઈક્રોસોફ્ટને જ લગભગ 5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તો અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નુકસાન ખરબો રૂપિયાનું છે. એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી બાદ થોડા જ કલાકોમાં 18 બિલિયન ડોલર (લગભગ 15 અબજ રૂપિયા)નું નુકસાન વેઠવું પડ્યું છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો. આ સમસ્યા દૂર થયા બાદ જ નુકસાનની તસવીર સ્પષ્ટ થઈ શકશે.