મિઝોરમમાં લાલદુહોમાના નેતૃત્વ હેઠળની જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) સરકાર બનાવતી દેખાઈ રહી છે. ચૂંટણીપંચ અનુસાર ZPM હાલમાં રાજ્યની 26 બેઠકો પર લીડમાં છે. જ્યારે સત્તાધારી મિજો નેશનલ ફ્રન્ટ ફક્ત 09 સીટ પર જ લીડ ધરાવે છે. જોકે ભાજપના ખાતામાં 3 અને કોંગ્રેસના ખાતામાં 02 બેઠકો પર લીડ બાકી રહી છે.