Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની ૧૭મી લોકસભાની ચૂંટણીનાં ગુરુવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપ અને તેના સાથી પક્ષો એનડીએને ઐતિહાસિક જીત મળી હતી. મોદી મેજિક કહો કે મોદી સુનામી કે મોદીનું વાવાઝોડું કે મોદીનો કરિશ્મા… ભાજપને એકલા હાથે ૫૪૨માંથી ૩૦૨ સીટ મળી હતી જ્યારે એનડીએને ૩૪૯ સીટ મળી હતી. ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપને ક્લીન સ્વીપ મળી હતી. કોંગ્રેસ અને વિરોધપક્ષો પર મોદીનું બુલડોઝર ફરી વળ્યું હતું. કોંગ્રેસનો ૫૧ અને સાથી પક્ષો સાથે મળીને યુપીએનો ૮૦ સીટ પર વિજય થયો હતો. સપા અને બસપાનાં મહાગઠબંધન કે જેણે દેશમાં પરિવર્તનનો પવન ફૂંકવાનો જોરશોરથી પ્રચાર કર્યો હતો તેનું બાળમરણ થયું હતું. યુપીમાં તેનો દેખાવ નબળો રહ્યો હતો અને ફક્ત ૧૭ સીટ મળી હતી. માયાવતીનાં બસપાને ૧૦ અને અખિલેશનાં સપાને સમ ખાવા પૂરતી ૬ સીટ મળી હતી. અન્ય પક્ષોને ૯૭ સીટ મળી હતી.ભવ્ય વિજય પછી પીએમ મોદી ૨૮મી મેનાં રોજ તેમના મતવિસ્તાર વારાણસી જશે અને ભગવાન કાશી વિશ્વનાથનાં આશીર્વાદ મેળવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ