દિલ્હીમાં આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે. જો કે લોકસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરાઈ હતી જે હવે ફરી શરૂ થઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ અપાઈ. 20 વર્ષમાં પહેલીવાર સર્વદળીય બેઠક યોજાઈ નથી સત્ર શરૂ થયા પહેલા જ લોકસભા-રાજ્યસભાના તમામ સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી આજે થવાની છે જેમાં એનડીએના હરિવંશ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર મનોજ ઝા વચ્ચે મુકાબલો છે. સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આજે જ્યારે આપણા જવાનો સરહદે ડટેલા છે, જે વિશ્વાસ સાથે ઊભા છે, એક ભાવ, એક સંકલ્પ સાથે સદન અને દેશ સેનાના જવાનોની પડખે છે. સદન સંસદના માધ્યમથી જવાનો સાથે છે.