રાજસ્થાનના જયપુરમાં મીઠાઈના વેપારીઓએ દેશમાં પાકિસ્તાન વિરોધી આક્રોશને ધ્યાનમાં રાખીને મીઠાઈના નામમાંથી 'પાક' શબ્દ હટાવ્યો છે. જેમાં તેમણે જયપુરની લોકપ્રિય મીઠાઈ 'મૈસૂર પાક' નું નામ 'મૈસૂર શ્રી' અને 'મોતી પાક' મીઠાઈનું નામ 'મોતી શ્રી' કર્યું છે. જયપુરમાં સૌથી વધુ લોકપ્રિય ત્રણ મુખ્ય દુકાનોએ પોતાની પારંપરિક મીઠાઈના નામ બદલીને સંપૂર્ણપણે 'પાક' શબ્દ હટાવીને તેની જગ્યાએ 'શ્રી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હવે 'આમ પાક'ને 'આમ શ્રી', 'ગોંદ પાક'ની જગ્યાએ 'ગોંદ શ્રી' કરી દેવામાં આવ્યું છે.