PM મોદીએ ગુરુવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, એક સવાલ વારંવાર આવી રહ્યો છે કે સરકારને કામની આટલી ઉતાવળ શા માટે છે? દરમિયાન PM મોદીએ જાણીતા કવિ સર્વેશ્વર દયાળ સક્સેનાની એક કવિતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘રૂઢી પ્રમાણે નબળા અને હારેલા લોકો ચાલે છે, અમને તો અમારા બનાવેલા રસ્તાથી જ પ્રેમ છે’.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જાન્યુઆરીએ સંયુક્ત સત્રમાં અભિભાષણ દરમિયાન અનુચ્છેદ 370 અને 35A હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારના આ ઐતિહાસિક નિર્ણય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસ માર્ગ ખુલી શકશે. રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું હતું કે, ભારતમાંથી સૌથી વધારે 2 લાખ મુસ્લિમ હજ માટે જાય છે. ભારત દુનિયાનો એકલો એવો દેશ છે, જ્યાં હજની પ્રક્રિયા ડિજીટલ છે.
માર ખાવા માટે પીઠ મજબૂત કરી લઈશઃ PM મોદી
PM મોદીએ બુધવારે રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ સંસદમાં કર્યો હતો. રાહુલે બુધવારે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, 6 મહિના બાદ દેશના યુવાન PM મોદીને ડંડા મારશે. PM મોદીએ કહ્યું, મેં પણ નક્કી કરી લીધું છે કે સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઈશ. જેથી મરી પીઠ પર માર સહન કરવાની શક્તિ વધી જાય. PM મોદીએ કહ્યું છેલ્લા 20 વર્ષથી ગાળો ખાવાની આદત પડી ગઈ છે. રાહુલ પર ટોણો મારતા કહ્યું કે, 35 મિનિટથી બોલી રહ્યો છું પણ હવે જઈને કરંટ લાગ્યો છે.