Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન કેસમાં પૂછપરછ અને ધરપકડનો દોર સતત ચાલુ છે. શનિવારે મુંબઈની NCB ટીમે બોલિવૂડ સાથે સંકળાયેલા ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી હતી. ક્ષિતિજ ધર્મા પ્રોડક્શનમાં એક્ઝિક્યુટિવ નિર્માતા હતો. કેટલાક દિવસો પહેલા તેની NCB દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. આરોપ છે કે ક્ષિતિજ ડ્રગ ડીલર પાસેથી ડ્રગ્સ લેતો હતો. 

આ અંગે મળતી માહિતી મુજબ કેટલીક તસવીરો પણ સામે આવી હતી. જેમાં ધર્મા પ્રોડક્શનના એક્સ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદ અને સહાયક ડિરેક્ટર અનુભવ ચોપરા ડ્રગ પેડલર સાથે જોવા મળ્યા હતા. ડ્રગ કનેક્શનમાં આ ફોટો ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરા સામેના સૌથી મોટા પુરાવા સાબિત થયા છે. 

NCBએ પુછપરછ કર્યા પછી જ ક્ષિતિજની ધરપકડ કરી છે. ક્ષિતિજ ધર્મા પ્રોડક્શન સાથે સંકળાયેલો છે, જેની માલિકી કરણ જોહરની છે. ક્ષિતિજ અને અનુભવ કરણ જોહરની ખૂબ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. જો કે આ દરમિયાન કરણ જોહરે ક્ષિતિજ અંગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ક્ષિતિજ એક પ્રોજેક્ટ માટે તેમની કંપની સાથે સંકળાયેલો હતો પરંતુ તે તેની નજીકનો વ્યક્તિ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ