Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતના પદ્મશ્રી કલાકાર અને શાંતિનિકેતન દ્વારા સન્માનિત હકુભાઈ શાહનું ગુરુવારે બપોરે 85 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમની અંતિમયાત્રા તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન મેમનાથ સોસાયટી શાંતિવન પાલડી ખાતેથી શુક્રવાર સવારે 8.30એ નિકળીને વી.એસ. પહોંચી હતી જ્યાં અને અંતિમવિધિ વીએસ સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવી હતી. હકુભાઈ વજુભાઈ શાહનો જન્મ 1934માં સુરત જિલ્લાના વાલોદમાં થયો હતો. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાંથી 1955માં સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક થયા હતા. તેમણે 1965માં જ્હોન ડી રોકફેલર ફેલોશિપ પ્રાપ્ત કરી હતી તેમજ 1971માં નેહરુ ફેલોશિપ પણ મેળવી હતી. વર્ષો સુધી તેમણે ગ્રામ્યજીવન તેમજ આદિવાસી કલા, સંસ્કૃતિ અને લોક માન્યતા પ્રત્યે ઊંડો અભ્યાસ તેમજ સંશોધન કાર્ય કર્યું અને તેના દસ્તાવેજીકરણ કરવામાં પણ મહત્વનો ફાળો છે. ગાંધી વિચારોને વરેલા હકુભાઈએ દક્ષિણ ગુજરાતમાં ગાંધિયન આશ્રમમાં વર્ષો સુધી લોકોને કલાના પાઠ શીખવ્યા તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે આદિવાસી મ્યુઝીયમ પણ સ્થાપ્યું હતું. આ મ્યુઝીયમની વર્ષો સુધી દેખરેખ તેમણે રાખી હતી અને આ મ્યુઝીયમ તેમનો બોલત વારસો છે. 2009માં હકુભાઈએ માનુષ શિર્ષક સાથે સંસ્મરણો પ્રકાશિત કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ