કોરોના મહામારીને નાથવાની મથામણમાં કાં તો ખોટા નિર્ણયો અથવા તો નિર્ણયોના અમલમાં સતત પાણી ફેરવવાનો સિલસિલો હજુ આગળ જ ચાલી રહ્યો છે. બુદ્ધિનું દેવાળું ફૂંક્યુ હોય તેમ હવે સરકારને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાનું યાદ આવ્યું છે. પોઝિટિવ કેસ અને મૃત્યુની સંખ્યામાં સમગ્ર દેશમાં મોખરાના સ્થાને રહેનાર અમદાવાદ હોટસ્પોટ બનેલું છે અને તેમાં ય ગોમતીપુર જેવા કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર જવા કેવી રીતે પરમિટ મળી જાય અને તે પછી પણ આખું ગ્રૂપ ક્યાંય કોઈ રોકટોક વિના જામનગર પહોંચી જાય અને ત્યાં જઈ ખબર પડે કે આમાંથી ત્રણને તો પોઝિટિવ છે, તેવી તંત્રની સાવ ખોખલી અમલવારી વચ્ચે હવે સરકારે આવા વિસ્તારોમાંથી બહાર જવા કે તેમાં પ્રવેશવા કોઈ જ પરમિટ જારી ન કરવાનું નક્કી કરી આખું તંત્ર ટ્રાયલ એન્ડ એરરના સિદ્ધાંત પર કામ કરી રહ્યું હોવાનો પુરાવો આપ્યો છે.