પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ટોચ પર છે ત્યારે પાકિસ્તાની હેકરોએ ભારતની લશ્કરની વેબસાઇટ્સને નિશાન બનાવવા માંડી છે. કદાચ હેકરોએ લશ્કરની અમુક સાઇટ્સ પર સંરક્ષણ કર્મચારીઓ અંગેની સંવેદનશીલ માહિતી મેળવી પણ છે, તેમા તેમની લોગ ઇન ક્રેડેન્સિયલ્સનો પણ સમાવેશ થાય છે, એમ ભારતીય લશ્કરે જણાવ્યું હતું.