Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢોરે જાહેર કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે આ ચૂંટણી ઢંઢેરો ચૂંટણી માટે નથી.

ભાજપે સંકલ્પ પત્રમાં કર્યા આ વાયદા
1. મહિલાઓને લાડો લક્ષ્મી યોજના હેઠળ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે.
 IMT ખારઘોડાની તર્જ પર 10 ઔદ્યોગિક શહેરોનું નિર્માણ કરવામાં આવશે. દરેક શહેરમાં 50 હજાર સ્થાનિક યુવાનોને નોકરી આપવા માટે ઉદ્યોગ સાહસિકોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.
3. ચિરાયુ-આયુષ્માન યોજના હેઠળ દરેક પરિવારને 10 લાખ સુધીની મફત સારવાર અને 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને અલગથી 5 લાખ સુધીની મફત સારવાર મળશે. 

4. લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર 24 પાકની ખરીદી.

5. બે લાખ યુવાઓને 'બિના પર્ચી બિના ખર્ચી' સરકારી નોકરી પાક્કી.

6. પાંચ લાખ યુવાનો માટે રોજગારની અન્ય તકો અને રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમમાંથી માસિક સ્ટાઈપેન્ડ.

7. શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં 5 લાખ ઘર.

8. સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ અને તમામ હોસ્પિટલોમાં મફત ડાયગ્નોસિસ.

9. દરેક જિલ્લામાં ઓલ્મપિક રમતોની નર્સરી. 

10. તમામ હરિયાણવી અગ્નિવીરને સરકારી નોકરીની ગેરેન્ટી.

11. હર ઘર ગૃહિણી યોજના હેઠળ 500 રૂપિયામાં સિલિન્ડર.

12. અવ્વલ બાલિકા યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રોમાં કોલેજ કરતી દરેક વિદ્યાર્થીનીને સ્કૂટર મળશે. 

13. ભારત સરકારના સહયોગથી કેએમપીના ઓર્બિટલ રેલ કોરિડોરનું નિર્માણ અને નવી વંદે ભારત ટ્રેનોની શરૂઆત.

14. ભારત સરકારના સહયોગથી અનેક રેપિડ રેલ સેવાઓ અને ફરીદાબાદથી ગુરુગ્રામ વચ્ચે ઈન્ટરસિટી એક્સપ્રેસ મેટ્રો સેવાની શરૂઆત. 

15. નાની પછાત સમાજની જાતિઓ (36 જાતિઓ) માટે પર્યાપ્ત બજેટ સાથે અલગ-અલગ કલ્યાણ બોર્ડ.

16. ડીએ અને પેન્શનને જોડતા સાઈન્ટિફિક ફોર્મ્યુલાના આધાર પર તમામ સામાજિક માસિક પેન્શનમાં વધારો થશે.

17. ભારતની કોઈપણ સરકારી કોલેજમાંથી મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા OBC અને SC જાતિના હરિયાણાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્કોલરશિપ મળશે.

18. તમામ OBC વર્ગના ઉદ્યોગ સાહસિકોની મુદ્રા યોજના ઉપરાંત 25 લાખ સુધીની લોનની ગેરેન્ટી હરિયાણા રાજ્ય સરકાર ઉઠાવશે. 

19. હરિયાણાને વેશ્વિક શિક્ષણનું કેન્દ્ર બનાવીને આધુનિક સ્કિલની તાલીમ આપવામાં આવશે.

20 દક્ષિણ હરિયાણામાં આંતરરાષ્ટ્રીય સ્તરનો અરાવલી જંગલ સફારી પાર્ક બનશે.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ