Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાયમ કોન્ટ્રોવર્સીમાં રહેનારી બોલ્ડ એક્ટ્રેસ અને બિન્દાસ્ત મૉડલ પૂનમ પાંડે ફરીથી એક નવી મુસીબતમાં ફસાઈ છે. પૂનમ પાંડેને મુંબઈના મરીન ડ્રાઈવમાં તેના બૉયફ્રેન્ડ સાથે BMW કારમાંથી ઝડપી પાડવામાં આવી હતી. આ બન્ને જણાની લૉકડાઉનના નિયમોનો ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને બન્ને વિરૂદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે. માહિતી પ્રમાણે પોલીસે પૂનમ પાંડેની કાર પણ જપ્ત કરી લીધી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, જે સમયે પોલીસે પૂનમ પાંડેને પકડી, ત્યારે તે પોતાના 46 વર્ષના બૉયફ્રેન્ડ સૈમ અહમદ સાથે કારમાં હતી. પૂનમ પર કોઈ કારણવિના ઘરેથી બહાર નીકળીને લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જણાવી દઈએે કે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે મોદી સરકાર દ્વારા 17-મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

આ અંગે સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર મૃત્યુંજય હીરેમઠે જણાવ્યું કે, પૂનમ પાંડે (29) અને સૈમ અહમદ (46) વિરૂદ્ધ નેશનલ ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત IPCની કલમ 269 અને 188 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ