જનતા દળ યૂનાઇટેડ (JDU)ના બાગી નેતા પ્રશાંત કિશોર અને પવન વર્મા પર નીતિશ કુમારે મોટી કાર્યવાહી કરી છે. બન્ને નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે બુધવારે નીતિશ કુમારે પ્રશાંત કિશોર પર પ્રહાર કરતા કહ્યુ હતું કે જેને પાર્ટીમાંથી બહાર જવુ છે તે જઇ શકે છે. આ નિવેદન બાદ માનવામાં આવતુ હતું કે JDU તેની પર કાર્યવાહી કરશે.