પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાએ ગૌરવ વધાર્યું છે. ત્યારે આ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાનને આવકારવા માટે ગાંધીનગરાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહિવટી તંત્ર ઉપરાંત હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા લોકોને ભેગા કરીને સેન્ટ્રલ વિસ્ટા કે જયાં રોડ શો છે ત્યાં લાવવાની જવાબદારી લેવામા આવી છે. ત્યારે અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં આવવાના છે તેવી સ્થિતિમાં અહીં 50 હજારથી પણ વધુ લોકો ઉમટશે.