રવિવારે એક જ દિવસમાં કુલ 230 નવા કેસ રાજ્યભરમાં નોંધાતા હવે 3301 દર્દીઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે. રવિવારે એક જ દિવસે અમદાવાદમાં મનપાના કોંગ્રેસી કાઉન્સિલર બદરુદ્દીન શેખ સહિત કુલ 19 દર્દીઓના મોત થતાં હાહાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ સાથે અમદાવાદનો કુલ મૃત્યુઆંક 105 થયો છે. જ્યારે 151ના મોત થયા છે. કોરોનાના કારણે ગુજરાતમાં લૉકડાઉન વધી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ છથી સાત દિવસનો છે તેથી જો લૉકડાઉન ખોલવામાં આવે તો તે જોખમી સાબિત થઇ શકે તેમ છે. તેથી કોરોના વાઇરસના 14 દિવસના ગણાતાં હજુ બીજા એક ઇન્ક્યુબેશન સાઇકલને પૂરું થવા દેવું જોઇએ અને પછી લૉકડાઉન ખોલાય તેવી ચર્ચા ગુજરાત સરકારમાં અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે થઇ છે. સોમવારે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની જે બેઠક મળવાની છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે વડાપ્રધાનને દરખાસ્ત કરશે.