લાંબા સમયથી ગાંધી પરિવારના સલાહકાર રહી ચૂકેલા અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ એકવાર ફરી રાહુલ ગાંધીના ખૂબ વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનો એજન્ડા મોટા મુદ્દાઓને ઉકેલવાનો છે. તેમની પાસે તેવું વિઝન છે, જે માટે ભાજપ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.
પિત્રોડાએ ટેક્સાસમાં કહ્યું કે 'હું તમને જણાવી દઉં કે રાહુલ ગાંધી પપ્પુ નથી પરંતુ તે ખૂબ ભણેલા-ગણેલા છે. તે રણનીતિકાર છે, જેમનો કોઈ પણ વિષય પર ઊંડો અભ્યાસ છે. તે ખૂબ ભણેલા-ગણેલા અને સમજદાર વ્યક્તિ છે. ભાજપ તેમના વિશે છેલ્લા દસ વર્ષથી જે કહી રહી છે પરંતુ મને રાહુલ પર પૂર્ણ વિશ્વાસ છે. ભારતને જુમલાની નહીં પરંતુ મોર્ડન વિચાર અને યુવા નેતાઓની જરૂર છે.'