આરબીઆઇ દ્વારા વિલફુલ ડિફોલ્ટર્સ સાથે માંડવાળ કરવા મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનો રોષ ફાટયો હતો. તેમણે ટ્વિટરના માધ્યમથી કોંગ્રેસ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને આડે હાથે લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા સનસનાટી ફેલાવવા RBIની વિગતોનો ઉપયોગ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી, રણદીપ સૂરજેવાલા અને કોંગ્રેસ દ્વારા શરમજનક રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસી માનસિકતા સાથે કોઈપણ વસ્તુને કોઈપણ સાથે જોડીને સનસનાટી ફેલાવી રહ્યા છે.