ગુરૂવારે ૩૧૩, શુક્રવારે ૩૨૬ અને સતત ત્રીજા દિવસ શનિવાર પણ ૩૩૩ પોઝિટિવ કેસ મળતા ૭૨ કલાકમાં ૯૭૨ સાથે લોકડાઉનના ૩૯માં દિવસે ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૫૦૦૦ને પાર થઈ છે. અમદાવાદમાં ૨૦, વડોદરામા ૩, સુરતમાં બે અને આણંદમાં એક એમ વધુ ૨૬ના મોત થતા ગુજરાતમાં ચાઈનાના વાઈરસથી ૨૬૨ દર્દીઓને જીવ ગુમાવવો પડયો છે. આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિએ શનિવારે સાંજે વિતેલા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૬૦ દર્દીઓને ડિસ્ચાર્જ આપ્યાનું જાહેર કરતા કુલ ૫૦૫૪ કેસમાંથી ૯૮૬ નાગરીકો સાજા થઈ ઘરે ગયાનું ઉમેર્યુ હતું. ૪૦ દિવસના લોક ડાઉન દરમિયાન કરફ્યુ પછી પણ જ્યાં ચેપનો ફેલાવો અટકતો જ નથી તેવા હોટસ્પોટમાં ૨૪ કલાકમાં ૨૫૦ નવા પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતના ૫૦૫૪ પૈકી માત્ર અમદાવાદમાં ૩૫૪૩ કેસ નોંધાયા છે. શુક્રવારે રાજ્યના ૨૩૬માંથી ૧૬૫ કમનસિબ મૃતકો ધરાવતા અમદાવાદમાં શનિવારે વધુ ૨૦ દર્દીઓએ દમ તોડયો હતો.