લેબેનોન રાજધાની બેરૂત, દમાસ્કસ સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટો થયા છે. મળતા અહેવાલો મુજબ એક કલાકની અંદર એક પછી એક પેજર વિસ્ફોટ થતા 2800થી વધુ લોકો ઈજાગ્રસ્ત અને 10 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ હિઝબુલ્લાએ તેના સભ્યોને પેજરનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. ઈરાનની મેહર સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઈરાનના રાજદૂત મોજીતબા અમાની પણ ઈજાગ્રસ્ત થયા છે. હિઝબુલ્લાએ આ વિસ્ફોટ પાછળ ઈઝરાયલ પર આક્ષેપ કર્યો છે. વિસ્ફોટો પાછળ ડિવાઈસ હેકિંગ અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અને પેજર ડિવાઈસ બનાવતી કંપની વચ્ચે સાંઠગાંઠનો પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.