સુરતમાં લોકડાઉનમાં પોતાના વતન પરત જવાની માગ સાથે પ્રવાસી મજૂરોનું 2000થી વધુ લોકોનું ટોળુ રસ્તા પર ઉતરી આવ્યુ હતું. સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડાવતા પોલીસે તેમણે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રવાસી મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જવાબમાં પોલીસે પણ સામે ટીયરગેસના સેલ છોડી મજૂરોના ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પલસાણા પાસેના વરેલીમાં આજે વતન પરત ફરવાની માગ સાથે આશરે 2000 શ્રમિકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું. પોલીસે મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરી તેમણે પરત જવા કહ્યું હતું જોકે, મજૂરો ઉશ્કેરાઇ જતા પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે ટિયરગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી.