આવકવેરા વિભાગે તમિલનાડુમાં તમિલ ફિલ્મી હસ્તીઓ સંબંધિત પરિસરમાં દરોડા પાડીને અંદાજે ૩૦૦ કરોડની બેહિસાબી સંપત્તિ પકડી પાડી હતી. તમિલના સુપરસ્ટાર વિજયના રોકાણ અને તેમના હિસાબી ચોપડાઓની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ૩૮ જુદેજુદે ઠેકાણે દરોડા પાડવામાં આવ્યાં હતા. આવકવેરા વિભાગે તમિલનાડુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર વિજય તથા ફિલ્મ ફાઇનાન્સિયર અંબુ ચેલિયાણના પરિસરમાં દરોડા પાડીને કેટલાક વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યાં હતા.