ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે ૧૧મા ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત આગામી પાંચ વર્ષમાં પાંચ અબજ ડોલરની સંરક્ષણ નિકાસો કરવાનો લક્ષ્યાંક રાખે છે. દેશમાં સંરક્ષણ ઉત્પાદન એકમોની સ્થાપના માટે રોકાણકારોને આકર્ષવા અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા સરકાર દ્વારા લેવાયેલાં પગલાંનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારત જેવો મોટો દેશ હંમેશાં શસ્ત્રોની આયાત પર નિર્ભર રહી શકે નહીં.