ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ૭૧ મોત નોંધાતાં દેશમાં કોરોના મહામારીમાં હોમાઇ ગયેલા લોકોની કુલ સંખ્યા ૧૦૦૦ને પાર કરી ૧૦૦૮ પર પહોંચી હતી. ભારતમાં એક જ દિવસમાં નોંધાયેલાં આ સૌથી વધુ મોત છે. તે ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૮૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩૧,૭૮૭ પર પહોંચી હતી. અત્યાર સુધીમાં ૭૭૯૬ દર્દઓનો સફળ ઇલાજ કરાયો છે. દેશમાં દર્દીઓનો રિકવરી રેટ ૨૪.૫૨ ટકા પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર્માં સૌથી વધુ ૭૨૮ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને ૩૦નાં મોત થયાં હતાં. મહારાષ્ટ્રમાં કુલ મોતનો આંકડો ૪૦૦ અને કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦,૦૦૦ને પાર થઈ હતી.