દેશભરમાં કોરોનાનો કેર અટકવાનું નામ લેતો નથી. દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો તે જ દિવસે નવા કેસ અને સાજા થનારા કેસની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૫૫૩ નવા કેસો સામે આવ્યા છે જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો પણ ૧,૦૭૪ થયો છે. રાહતના સમાચાર એ છે કે, લોકોના સાજા થવાનું પ્રમાણ વધતાં દેશનો રિકવરી રેટ ૨૭.૫ ટકા થઈ ગયો છે. તે ઉપરાંત ભારતમાં કુલ મૃતાંક ૧,૩૮૯ પહોંચ્યો છે. ભારતમાં છેલ્લા કુલ કોરોના સંક્રમિત લોકોનો આંકડો ૪૨,૫૩૩ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કુલ ૧૨,૯૭૪ કેસ અને અત્યાર સુધી ૫૪૮નાં મોત થયાં છે. બીજી તરફ દેશમાં સાજા થઇ ગયેલા લોકોની સંખ્યા પણ ૧૧,૭૦૬ થઈ છે.