કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું કે દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રતાપ સારંગી બાલાસોર(Balasor)માં એક ચૂંટણી સભા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી વિના મૂલ્યે આપશે. ભાજપ દ્વારા બિહારના લોકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બાદ વિપક્ષી દળોએ સત્તાધારી એનડીએ પર મહામારીનો રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કારણ કે બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલુ છે.