ગાંધી જયંતી પ્રસંગે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગાંધી જયંતી પર આપણા પ્યારા બાપુને વંદન. તેમના જીવનમાંથી અને ઉમદા વિચારોમાંથી આપણે ઘણું શીખવાનું છે. સમૃદ્ધ અને કરુણામય ભારતના નિર્માણમાં બાપુના વિચારો આપણને માર્ગદર્શન આપતા રહે છે. દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમનો સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ વિશ્વનાં કલ્યાણ માટેનો માર્ગ તૈયાર કરે છે. ગાંધી જયંતી પ્રસંગે હું બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. માનવજાત માટે તેઓ હંમેશ માટે પ્રેરણાસ્રોત તરીકે જળવાઇ રહેશે.