અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં મંગળવારે સવારે અચાનક પોલીસ ઘૂસી આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આજે (મંગળવારે) વહેલી સવારે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પતંગ ઉડાવવાના કાર્યક્રમને લઈને જાહેરાત કરી હતી. જે બાદ પોલીસ કેમ્પસ અંદર ઘૂસી આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ પાસે આઈકાર્ડ માંગતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરમિશન વિના પોલીસ કેમ્પસમાં ઘુસતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક કલાક લાંબી બોલાચાલી થયા બાદ મામલો શાંત પડ્યો હતો.