કોરોનાના વધતા કહેરના કારણે લોકડાઉનને 17મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. તેના કારણે સૌથી વધુ તકલીફ બીજા રાજ્યમાં ફયાસેલા પરપ્રાંતિયોને પડી રહી છે. જોકે ગૃહમંત્રાલય દ્વારા પરપ્રાંતિય મજૂરો અને વિદ્યાર્થીઓને શરતોના આધિન પોતાના વતન મોકલવા રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે. આમ પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા રાજ્ય સરકારો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રે ગુજરાતમાં ફસાયેલા પોતાના રાજ્યોના નાગરિકોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. હવે આ પરપ્રાંતિયો તંત્ર પર મોટી આશ રાખીને બેઠા છે.
મળતી માહિતી મુજબ આ રાજ્યોએ અત્યાર સુધી ફસાયેલા લોકો માટે કોઇ વ્યવસ્થા નથી કરી જેથી હજુ થોડો સમાય લાગી શકે છે.
આ સાથે 5 રાજ્યોના પ્રશાસન દ્વારા જણાવામાં આવ્યું છે કે, હાલમાં સ્થાનિક તંત્ર વ્યવસ્થા ગોઠવી શક્યું ન હોવાથી ગુજરાતમાં ફસાયેલા નાગરિકોનો સ્વીકાર કરી શકે તેમ નથી. જો કે આ નાગરિકોને ક્યારે પ્રવેશ આપવો તે શિડયૂલ નક્કી થયા બાદ રાજ્ય સરકારો મંજૂરી આપશે.