રામજન્મભૂમિ અયોધ્યા સહિત દેશભરના નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રામજન્મની ઉજવણી થઈ હતી. ઠેર-ઠેર શોભાયાત્રાઓ નીકળી હતી અને મંદિરોમાં બપોરે ૧૨ વાગ્યે રામજન્મની વધામણીમાં વિશેષ પૂજા થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનવમીએ દેશવાસીઓને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. અયોધ્યાની પવિત્ર સરયૂ નદીમાં દેશભરમાંથી ઉમટી પડેલા ૨૫ લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું.