12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં એકને છોડી બાકી તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થયું હતું. આ વિમાન દુર્ઘટના મામલે AAIBએ પ્રાથમિક તપાસનો રિપોર્ટ જાહેર કર્યો છે. પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે.
AAIBએ કુલ 15 પાનાનો તપાસ રિપોર્ટ જાહેર કર્યો
પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર એર ઈન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના બંને એન્જિન ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડ બાદ બંધ થઈ ગયા હતા.
ઘટનાસ્થળ પર ડ્રોન ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી સંપન્ન, વિમાનનો કાટમાળ અમદાવાદ એરપોર્ટ નજીક સુરક્ષિત રાખવામાં આવ્યો છે