કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પક્ષોના 300 સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ તરફ કૂચ શરુ કરી દીધી છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોના સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી આ કૂચ શરુ કરી હતી. આ કૂચ SIR પ્રક્રિયા અને રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા 'વોટ ચોરી'ના આરોપોને લઈને યોજવામાં આવી છે.