જાતીય શોષણના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના સારવાર માટે માગેલા વચગાળાના જામીન રાજસ્થાન હાઈકોર્ટે 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે. હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેન્ચમાં આસારામ વતી સારવાર માટે વચગાળાના જામીન લંબાવવાની અરજી કરવામાં આવી હતી.