કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. આ તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડી દ્વારા ગુરુગ્રામના જમીન મામલે ચાર્જશીટ દાખલ કરાઇ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રોબર્ટ વાડ્રાએ આ જમીનમાંથી ગેરકાયદે ૫૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ વાડ્રાની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણથી સાત વર્ષ સુધીની કેદ થઇ શકે છે. આ ઉપરાંત આરોપીની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે. પીએમએલએની વિશેષ કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવશે. વાડ્રા સાથે જોડાયેલા સત્યાનંદ યાજી અને કેવલસિંહ સામે પણ કેસ દાખલ કરાયો છે. સ્કાઇ લાઇટ હોસ્પિટાલિટી પ્રા. લિ. રીયલ્ટી પ્રા. લિ. વગેરે કંપનીઓની લિંક વાડ્રા સાથે જોડાયેલી છે.