અમદાવાદમાં વધુ એક ધારાસભ્યનો લોકોએ ઘેરાવ કર્યો હતો. નિકોલમાં સ્થાનિકોએ બાબુ જમનાનો ઘેરાવ કર્યો હતો. તેઓ ચાર કોર્પોરટેરો સાથે લોકોની સમસ્ય સાંભળવા નીકળ્યા હતા. નિકોલના કોર્પોરેટર બલદેવ પટેલ ઉગ્ર થતાં મામલો ગરમાયો હતો.
પ્રાથમિક સુવિધાઓના કામો ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમરજવાન સર્કલ પાસે રોડ રસ્તા ખરા થઈ ગયા છે અને ગટર ઉભરાવવાની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેની સાથે કોર્પોરેટરો ફોન ના ઉપાડતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો