પાકિસ્તાન ના સિંધ પ્રાંતના લરકાના જિલ્લાના રાટોડેરો ગામમાં 900 બાળકોને હોવાના સમાચાર સામે આવતા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે બાળ રોગના ડોક્ટર તરફથી ઇન્જેક્શન માટે વારંવાર એક જ સોય નો ઉપયોગ કરવાથી બાળકો HIVનો ચેપ લાગ્યો છે. આ વિસ્તારમાં 200 પુખ્ત વયના લોકો પણ એચઆઈવીગ્રસ્ત જણાયા છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષે એપ્રિલ મહિનામાં આ વિસ્તારમાં HIVના નવા કેસો સામે આવ્યા હતા. હવે આ ગામમાં એચઆઈવગ્રસ્ત લોકોની સંખ્યા 1000થી વધુ થઈ છે. આ અંગે માહિતી મળ્યાના પાંચ મહિના વીતી ગયા છે. ડોક્ટરો હાલ HIVને પ્રસરતો અટકાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ત્યારથી અત્યાર સુધી શહેરમાં 1100 લોકોનાં રિપોર્ટ એચઆઈવી પોઝિટિવ આવ્યા છે. શહેરમાં દર 200 વ્યક્તિએ એક એચઆઈવીગ્રસ્ત છે. 1100 લોકોમાં 900 બાળકોનો સમાવેશ થાય છે. આ બાળકોની ઉંમર 12 વર્ષથી ઓછી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ સંખ્યા વધારે હોઈ શકે છે, કારણ કે અત્યાર સુધી આ ગામના એક જ વિસ્તારના લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.