નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં અપાયેલાં બંધનાં એલાન બાદ ફાટી નિકળેલાં હિંસક તોફાનમાં ઇસનપુર પોલીસે દાણીલીમડા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન ઉર્ફે સની બાબા પઠાણ સહિત 45 લોકોની ધરપકડ કરી છે, ત્યારે કારંજ પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ ઉપરાંત પાંચ હજાર કરતાં વધુ લોકો વિરુદ્ધમાં હત્યાની કોશિશ તેમજ રાયોટિંગનો અને કાવતરાંનો ગુનો દાખલ કર્યો છે.