અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ દેશમાં અત્યાર સુધી કોઈ અનિચ્છિનિય ઘટનાના અહેવાલ મળ્યા નથી. બીજી તરફ અયોધ્યામાં અને આખા ઉત્તર પ્રદેશમાં તકેદારીના ભાગરુપે લોખંડી સુરક્ષા હજી પણ યથાવત છે. અયોધ્યામાં રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના ઘરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. અહીંયા એક ડઝનથી વધારે જવાનો તૈનાત કરાયા છે. અન્ય સંતોની સુરક્ષામાં પણ વધારો કરાયો છે.