અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આજે સદ્ભાવના બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હિંદુ સંગઠનો સિવાય મુસ્લિમ સમાજ સાથે જોડાયલા ધર્મગુરુઓ પણ સામેલ થયા. લગભગ 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં દેશમાં શાંતિ વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસે મશાવરતના અધ્યક્ષ નવેદ હમિદ, અહલે હદીસ અલ જમાતથી અસગર અલી મેંહદી સલ્ફી, બાબા રામદેવ, શિયા ધર્મગુરુ કલ્બે જવ્વાદ સહિત લગભગ 25 લોકો આ બેઠકમાં સામેલ રહ્યાં હતાં.