આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા બે ખૂંખાર આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં એન્કાઉન્ટર દરમિયાન પકડાયેલા આ આતંકવાદીઓની ઓળખ ભૂપેન્દર ઉર્ફે દિલાબર સિંહ અને કુલબિત સિંહ તરીકે થઈ છે. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. બંને પંજાબના લુધિયાનાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પંજાબમાં બંને અનેક ગંભીર મામલામાં મોસ્ટ વોન્ટેડ પણ છે.