મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮, હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકો પરિણામો ગુરુવારે જાહેર કરાયાં હતાં. મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકોની મતગણતરીમાં આ લખાય છે ત્યાં સુધીમાં પ્રાપ્ત થયેલા મતગણતરીના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપ-શિવસેનાની યુતિ સરકાર રચાશે. જોકે શિવસેનાએ ગઇ ચૂંટણી કરતાં સારો દેખાવ કરતાં સરકારમાં મહત્તમ લાભ મેળવવાના પ્રયાસ શરૂ કરી દીધાં છે. શિવસેના દ્વારા રાજ્યમાં મુખ્યમંત્રીપદની માગ સહિતની ૫૦-૫૦ પાવર શેરિંગની ફોર્મ્યુલા અમલી બનાવવાના નિવેદનો શરૂ થતાં મહારાષ્ટ્ર્માં ભાજપને ઘણું બધું જતું કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રી કોણ બનશે તેવા પત્રકારોના સવાલ પર શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, આ એક મહત્ત્વનો સવાલ છે.