મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભાજપના ધારાસભ્ય કાલીદાસ કોલામ્બકરની પ્રોટેમ સ્પીકરપદે નિયુક્તિ કરી હતી. રાજભવન ખાતે આયોજિત એક સાદા સમારંભમાં રાજ્યપાલ કોશ્યારીએ કાલીદાસ કોલામ્બકરને પ્રોટેમ સ્પીકરપદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. પ્રોટેમ સ્પીકર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ કોલામ્બકરે જણાવ્યું હતું કે, બુધવારે સવારે નવી ચૂંટાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રનો પ્રારંભ થશે જેમાં ૨૮૭ ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. કોલામ્બકર વડાલા વિધાનસભા બેઠક પરથી આઠ વાર ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે.