નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બંધને પગલે યોજાયેલા પ્રદર્શને ધીરે-ધીરે હિંસક રૂપ ધારણ કર્યું છે, ત્યારે સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસે બળ પ્રયોગ કરતા લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઉપરાંત મિર્ઝાપુર વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મિર્ઝાપુર વિસ્તારમાં કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા કેટલીક AMTS ની બસોમાં તોડફોડ કરવામાં આવી છે.