દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદા સામેના વિરોધમાં મંગળવારે બપોરે બે વાગ્યા પછી હજારોની સંખ્યામાં લોકો સીલમપુરની સડકો પર ઊતરી આવ્યા હતા અને પોલીસ પર પથ્થર અને કાચની બોટલોનો મારો ચલાવ્યો હતો. પોલીસે હિંસક દેખાવકારોને વિખેરવા લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડયા હતા. તોફાનીઓએ સીલમપુરમાં એક પોલીસ સ્ટેશન અને પોલીસની બે મોટરસાઇકલને આગ ચાંપી ડીટીસીની બસોમાં પણ તોડફોડ કરી હતી.