ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ આર.કે તિવારી, DGP ઓમપ્રકાશ સિંહ સહિત ઘણાં સીનિયર ઓફિસર્સ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને શુક્રવારે મળ્યા હતા. જણાવી દઈએ કે અયોધ્યા કેસમાં નિર્ણય આવતા પહેલા સુરક્ષાને લઈને ચાલી રહેલી તૈયારીઓ અંગે રંજન ગોગોઈએ ચર્ચા વિચારણા કરી હતી.
સંપૂર્ણ પ્રશાસન સજ્જ : DM અનુજ કુમાર
આ અંગે અયોધ્યાના DM અનુજ કુમારે કહ્યું છે કે, પ્રશાસનની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. જોકે નિર્ણયને ધ્યાનમાં રાખીને વિવાદિત જગ્યાની આસપાસ રહેતા લોકો ઘરમાં કરિયાણુ પણ જમા કરી રહ્યા છે. જોકે તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે, સામાન્ય જીવન પર કોઈ અસર નહીં થાય. નિર્ણય આવ્યા પછી સ્કૂલો ક્યારથી ચાલુ થશે તે વિશે પણ વાતચીત કરી લેવામાં આવી છે.