નાગરિકતા સંશોધન કાયદાને લઇને દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ત્યારે જામિયામાં થયેલી હિંસા મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટુ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે કેન્દ્રની મોદી સરકારને સલાહ આપતા કહ્યું કે વિદ્યાર્થીઓની સાથે તેઓ જે કરી રહ્યા છે, તે ન કરવું જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ જામિયા યૂનિવર્સિટીમાં થયેલી હિંસા માટે પોલીસની ટીકા કરી અને કહ્યું કે ત્યાં જે કંઇ પણ થયું, તે જલિયાંવાલા બાગ જેવું છે, એવુ નહોતું થવું જોઇતું હતું.