Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 5મે સોમવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે.

પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. 
વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે, જ્યારે 59.15 ટકાવારી સાથે દાહોદ જિલ્લો સૌથી છેલ્લે

 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.60 ટકા પરિણામ

1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ
હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમસિંહ છોકરની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે દિલ્હીથી છોકરની ધરપકડ કરી હતી. પૂર્વ ધારાસભ્ય અને તેમની કંપની પર દિનદયાલ આવાસ યોજના હેઠળ આશરે રૂ. 1500 કરોડનો મની લોન્ડરિંગનો આરોપ છે. ધરમસિંહ હરિયાણાના સમાલખા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 
ધરમસિંહ પર જમીન કૌભાંડના પણ આરોપો મૂકાયા હતા. ઈડીએ તેમના ઘર અને ઓફિસોમાં દરોડા પણ પાડ્યા હતા. જેમાંથી મોટાપ્રમાણમાં દસ્તાવેજ અને સંદિગ્ધ લેવડદેવડના પુરાવા મળ્યા હતાં. ધરપકડ બાદ ધરમસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં ઈડી રિમાન્ડની માગ કરશે. જેથી પૂછપરછ મારફત સમગ્ર નેટવર્ક અને અન્ય સહયોગીઓ વિશે માહિતી એકત્ર કરી શકા

સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ 97.20% સાથે પ્રથમ સ્થાને
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લોએ સૌથી વધુ 97.20% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે દાહોદ અને વડોદરા જિલ્લાઓમાં સૌથી ઓછું 87.77% પરિણામ નોંધાયું. સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર કેન્દ્રોએ 100% પરિણામ સાથે શ્રેષ્ઠતા દર્શાવી, જ્યારે ખાવડા કેન્દ્રમાં માત્ર 52.56% પરિણામ આવ્યું.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ગોંડલ કેન્દ્રમાં સૌથી વધુ 96.60% પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ અનુસાર ગોંડલ કેન્દ્રમાં સૌથી વધુ 96.60% પરિણામ નોંધાયું છે, જ્યારે દાહોદ કેન્દ્રમાં સૌથી ઓછું 54.48% પરિણામ રહ્યું. જિલ્લાવાર વાત કરીએ તો મોરબી જિલ્લામાં સૌથી વધુ 92.91% અને દાહોદ જિલ્લામાં સૌથી ઓછું 59.15% પરિણામ નોંધાયું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ