હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન મળતાં જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કરી સરકાર રચતાં મનોહરલાલ ખટ્ટરે રવિવારે રાજભવન ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કર્યાં હતાં. ૨૦૧૪માં પહેલીવાર ધારાસભ્ય ચૂંટાયેલા ખટ્ટર સતત બીજી ટર્મ માટે મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મનોહરલાલ ખટ્ટરની સાથે ભાજપને સરકાર રચવા માટે સમર્થન આપનાર જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ નાયબ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. રાજ્યપાલ સત્યનારાયણ દેવ આર્યે બંને નેતાઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.