પોલીસ અને વકીલ વચ્ચે દિલ્હીમાં જ સર્જાયેલી હિંસક મડાગાંઠને બંને પક્ષોએ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દેતાં છેલ્લા બે દિવસથી કાયદો શર્મસાર બની રહ્યો છે. શનિવારે દિલ્હીની તીસહજારી કોર્ટમાં પાર્કિંગ જેવા મુદ્દા પર વકીલો અને પોલીસ વચ્ચે ઝરેલા તણખાએ સોમવાર સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મંગળવારે સેંકડોની સંખ્યામાં પોલીસ કર્મચારી દિલ્હીની સડકો પર ઊતરી આવ્યા હતા. સોમવારે વકીલો દ્વારા કેટલાક પોલીસ કર્મચારીઓને માર મારવાની ઘટનાઓ વાઇરલ થયા બાદ રોષે ભરાયેલા પોલીસના કર્મચારીઓ મંગળવાર સવારથી જ આઇટીઓ રોડ ખાતે આવેલા દિલ્હી પોલીસના મુખ્યમથક સામે એકઠા થવા લાગ્યા હતા. પોલીસ કર્મચારીઓની એક જ માગ હતી કે પોલીસ કમિશનર અમને ન્યાય અપાવે.