લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. તો કોંગ્રેસે 20 બેઠકો ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે હવે બાકીની ચારેય બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસે બાકી રહેલા ચાર ઉમેદવારોની યાદી કરી જાહેર
રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. તો નવસારીમાં સી.આર.પાટીલની સામે નૈષદ દેસાઈને ટિકિટ આપી છે. જ્યારે અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ અને મહેસાણામાં રામજી ઠાકોર મેદાનમાં ઉતાર્યા છે.