ગુજરાત વિધાનસભાનુ ત્રિદિવસીય સત્ર આજથી શરૂ થઇ રહ્યુ છે. બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે અને અન્ય કેટલીક માગ સાથે કોંગ્રેસ નેતાઓ માર્ગો પર ઉતર્યા હતા. જોકે, વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ રોડ સંગ્રામ જોવા મળ્યો હતો. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે મોટાભાગના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તો વિદ્યાર્થીઓ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કપડાં ફાટ્યાં હતા. પોલીસે ગાંધીનગરમાંથી 900 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓની જુદા જુદા સ્થળોએથી અટકાયત કરી હતી.